Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ફિક્સ પે કોન્ટ્રાકટ જોબવાળાને રેગ્યુલર કર્મચારી જેટલું જ કાયદાનું રક્ષણ મળવું જોઈએ : હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

કાયમી નિમણૂક કરનારા વ્યક્તિ સામે જે રીતે પગલા લેવાય તેવા જ પગલા ફિક્સ પે વાળા કર્મચારીઓને પણ લાગુ પડે

 

અમદાવાદ :રાજ્ય સરકારને મોટો ઝટકો લાગે તેવો એક મહત્વનો ચુકાદો આવ્યો છે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.કે  ફિક્સ પે કોન્ટ્રાક્ટ જોબ પર લેવાયેલા વ્યક્તિઓને પણ રેગ્યુલર અપોઈન્ટમેન્ટ વાળા વ્યક્તિઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળે

  મળતી વિગત મુજબ ફિક્સ પે પર કોન્ટ્રાક્ટ અપોઈન્ટમેન્ટ લીધેલા હજારો વ્યક્તિઓને અસર કરતો નિર્ણય ગુજરાત હાઇકોર્ટે કર્યો છે. જેમાં કરાર આધારિત નોકરી પર લીધેલા વ્યક્તિને પણ misconduct ના આરોપ પર ખાતાકીય તપાસ વગર નોકરી માંથી દૂર કરી શકાય નહીં તેવા આદેશ ગુજરાત હાઇકોર્ટે આપ્યા છે.
   હાઇકોર્ટે નોંધ્યું કે કાયમી નિમણૂક કરનારા વ્યક્તિ સામે જે રીતે પગલા લેવાય તેવા જ પગલા ફિક્સ પેવાળા કર્મચારીઓને પણ લાગુ પડે. માત્ર એફઆઇઆરના આધાર પર કોઇપણ ખાતાકીય તપાસપૂર્ણ કર્યા વગર વ્યક્તિને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહીં. હાઇકોર્ટના આ ચુકાદાનો લાભ રાજ્યમાં ફિક્સ પગાર પર નોકરી કરતાં હજારો સરકારી કર્મચારીઓને કાયદાનું એક સમાન રક્ષણ મળશે.

 

(10:51 pm IST)