Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ગાંધીનગરમાં બર્થ ડેના બહાને ઘ-૨ સર્કલ બાનમાં લીધું!:રસ્તા પર જ ફટાકડા ફોડ્‌યા

યુવકોની ધમાલ મસ્તી સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ થતા ચકચાર

ગાંધીનગર સહિત રાજ્યભર માં હવે યુવકોમાં મોડી રાત્રે જાહેરમાં બર્થ ડેના નામે ધમાલ-મસ્તી કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. આવો જ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઘ-૨ સર્કલ ઉપર જ કેટલાક યુવકો છાકટા બન્યા હતા.

સર્કલ પર જ સામાન્ય વાહન ચાલકોને ટ્રાફિકને સમસ્યાને અડચણ રૂપ બને તે રીતે યુવકો બુમાબુમ કરતાં હતા. રસ્તા પર જ બર્થ ડે બમ્પ મારતા યુવકોએ પછી રસ્તા પર જ ૫૫૫ના બોમ્બ ફોડ્‌યા હતા. જેમાં એક યુવકે તો સળગાવેલા બોમ્બને લાત મારી રોડ પર ફેંક્યો હતો.

 શહેરમાં જ્યારે ચારેબાજુ સીસીટીવી લગાવાયા છે. ત્યારે પોલીસે પણ આવી પ્રવૃતિઓને કેમેરામાં જોઈને રોકવી જોઈતી હતી. ટિ્‌વટર પર વીડિયો શેર થતાં કલેક્ટરે પગલાં લેવાની તૈયારી બતાવીઃ ટિ્‌વટર પર વીડિયો શેર થતાં અને શહેરમાં ચર્ચા થતાં ગાંધીનગર કલેક્ટર એસ. કે. લાંગાએ પણ યુવાનોની આ ઉજવણીને વખોડીને આવી વૃતિઓ સામે પગલાં લેવાની તૈયારી બતાવી હતી.

(10:22 pm IST)