Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

દૂધસાગર ડેરીના હરિયાણા પ્લાન્ટના ૭૭ કર્મચારીઓની મહેસાણા બદલી: સતત ચોથા દિવસે હડતાળ યથાવત

મહેસાણા : મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીનો હરિયાણામાં માનેસર પ્લાન્ટ આવેલો છે. આ માનેસર પ્લાન્ટના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયાં છે. આ પ્લાન્ટમાં મહેસાણાના રહીશો નોકરી કરી રહ્યાં છે. જ્યાં ચારેક દિવસ પહેલા પરપ્રાંતીય લોકોએ માર મારતા પ્લાન્ટમાં હડતાળ પડી હતી, જેથી દૂધસાગર ડેરીએ કામ બંધ કરતાં ૭૭ કર્મચારીઓની બદલી કરી છે. પણ આ કર્મચારીઓ મહેસાણા પાછાં આવવા તૈયાર નથી

   દૂધસાગર ડેરીના માનેસર પ્લાન્ટમાં દૂધની ચોરી થતી અટકાવવા જતાં ડ્રાઈવરોએ સિક્્યૂરિટી ગાર્ડને માર માર્યો હતો. આ ઘટના જ્યારે ઘટી ત્યારે કર્મચારી યુનિયનના પ્રમુખ સહિતના લોકો હાજર હતાં. જે પછી ત્યાંના કર્મચારીઓ દ્વારા સુરક્ષાના કારણોસર વિરોધ કર્યો હતો. જેને પગલે બે પ્લાન્ટના ૭૭ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ચોથા દિવસે પણ કર્મચારીઓ સુરક્ષાની માંગ સાથે અડગ રહ્યાં છે, અને હડતાળ ચાલુ રાખી છે.

(9:38 pm IST)