Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વડગામના વેસા-ગીડાસણ રોડ પર અચાનક કાર ભડભડ કાર સળગી ઉઠતા અફડાતફડી

કારચાલક કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ

છાપી : વડગામ તાલુકાના વેસા-ગીડાસણ રોડ ઉપર એક ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચવા સાથે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

‎   મળતી વિગતમ મુજબ વડગામ તાલુકાના વેસાથી ગીડાસણ તરફ એક સીએનજી કાર જઇ રહી હતી દરમિયાન અચાનક ચાલતી કારમાં આગ લાગતા કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારમાં આગ લાગ્યાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. જોકે, કારચાલક આશિષકુમાર પિતામ્બરભાઈ પરમારે સમય સુચકતા વાપરી કાર ઉભી રાખી કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

(9:36 pm IST)