Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ગુજરાતના સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં સતત બીજા દિવસેય વરસાદ જારી રહ્યો

અમરેલી અને અન્ય કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો : બનાસકાંઠાના ધાનેરા, આણંદના બોરસદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ, કેટલાક વિસ્તારમાં બરફના કરા પડયા : ગરમીમાં રાહત અને ખેડૂતો ચિંતામા

અમદાવાદ,તા. ૧૮ : દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનના પરિણામ સ્વરુપે આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. ગુજરાતના સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદ થયો હતો. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ થયો હતો જ્યારે કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયો હતો. તોફાની પવન સાથે કચ્છ જિલ્લામાં વરસાદ જારી રહે તેવી શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે. આજે રાજ્યના જુદા જુદા ભાગોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂત સમુદાય અને કેટલાક લોકો ચિંતિત દેખાયા છે. તોફાની પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ હળવા વરસાદી ઝાપટા હજુ પણ જારી રહી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ગુજરાત રાજયના અમુક વિસ્તારોમાં હવામાનમાં આજે સતત બીજા દિવસે નોંધપાત્ર પલ્ટો નોંધાયો હતો. ખાસ કરીને રાજયના સૌરાષ્ટ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ અને ઠંડા પવનના વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના અમરેલી, સાવરકંુડલા સહિતના પંથકોમાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ નોંધાયો હતો. તો, બનાસકાંઠાના ધાનેરા સહિતના પંથકોમાં અને આણંદના બોરસદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. છેલ્લા બે દિવસથી રાજયના પલટાયેલા વાતાવરણના કારણે ગરમીમાં લોકોને રાહત મળી છે પરંતુ બીજીબાજુ, કમોસમી વરસાદને લઇ ખેડૂતઆલમ કેરી સહિતના પાકની નુકસાનીને લઇ ચિંતામાં ગરકાવ બન્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ, આજે રાજયના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલ્ટા અને વરસાદની વાત સાચી ઠરી હતી. દરમ્યાન આજે સતત બીજા દિવસે રાજયમાં આજે સૌરાષ્ટ્ર પંથક, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ઠંડા પવનના વાવાઝોડા, વરસાદ અને વાદળછાયા વાતાવરણની નોંધપાત્ર અસર જોવા મળી હતી. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ખાંભા, સાવરકુંડલા, જાફરાબાદ, લોર, ખિસરી, માણસા, ફાચરિયા સહિતના પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. તો, વીજપડી ખાતે પણ ધોધમાર વરસાદ ખાબકતા ગામમાં અને ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં તો બરફના કરા સાથે વરસાદ નોંધાયો હતો. જેમાં જાફરાબાદના નાગેશ્રી મીઠાપુરમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા હતા. ખાંભાના બારમણે, ભુંડણી અને સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા નોંધાતાં વાતાવરણ ઠંડકમય બની ગયું હતું. આજે સમગ્ર સૌરાષ્ટ્ અને રાજયના અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ નોંધાયું હતું. તો, બીજીબાજુ, બનાસકાંઠામાં પણ ધાનેરા સહિતના પંથકો તેમ જ આણંદના બોરસદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ત્રાટકતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો પાકના નુકસાનીને લઇ ચિંતાતુર બન્યા છે. હાફુસ કેરી સહિતના પાકની નુકસાનીને લઇ ખેડૂતો દ્વારા રાજય સરકાર સમક્ષ વળતરની પણ માંગણી કરાઇ છે. આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદના લીધે તાપમાનમાં ઘટાડો થયો હતો. અમરેલીમાં ૪૦.૮ સુધી પારો રહ્યો હતો. રાજકોટમાં ૩૯.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમરેલી, સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદથી જનજીવનને અસર થઇ હતી. માવઠાના લીધે કૃષિ સમુદાય ચિંતાતુર છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૮ : રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ....................................................... ૪૦

ડિસા............................................................ ૩૮.૬

ગાંધીનગર................................................... ૪૦.૮

વીવીનગર.................................................... ૩૯.૮

વડોદરા........................................................ ૩૯.૮

સુરત........................................................... ૩૮.૧

વલસાડ........................................................ ૩૩.૪

અમરેલી....................................................... ૪૦.૮

ભાવનગર..................................................... ૩૮.૯

રાજકોટ........................................................ ૩૯.૫

સુરેન્દ્રનગર................................................... ૪૦.૩

ભુજ…………………………………………  ૩૭.૨

(8:14 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેદારનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સોમનાથ દાદાના દર્શને :યાત્રાને ચૂંટણી આયોગની મંજૂરી :પીએમ મોદી આજે કેદારનાથ રહેશે જયારે ભાજપના પ્રમુખ સોમનાથ દાદાને શીશ ઝુકાવશે : વડાપ્રધાન મોદી કાલે બદ્રીનાથના દર્શને જશે access_time 12:56 am IST

  • તામિલનાડુમાં નદી કિનારે હજારો આધારકાર્ડ મળ્યા :તંજાવુર જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારી ખુલી :મુલલીયારું નદી કિનારે અંદાજે બે હજાર મળ્યા :એવું કહેવાય છે કે આ આધારકાર્ડ સંબધિત લોકોને પૉસ્ટલકર્મીએ પહોંચાડ્યા નથી :નદી કિનારેથી શણના કોથળામાંથી આધારકાર્ડ મળ્યા access_time 1:12 am IST

  • નવી નંબર પ્લેટ નહિ લગાડનારા સામે આકરા પગલા શરૂ : અમદાવાદમાં એચએસઆરપી નંબર પ્લેટ ન લગાવનાર સામે તવાઇઃ શહેર પોલીસે આરટીઓની સંયુકત કામગીરીને ૨૦૦થી વધુ વાહનો ડિટેઇન કર્યા access_time 1:16 pm IST