Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

મહુધાના મહીસા નજીક સીમમાં ભેદી સંજોગોમાં 30 વર્ષીય યુવાનની લાશ મળી આવતા તપાસ શરૂ

મહુધા:તાલુકાના મહીસા તાબે જીવાના મુવાડા ગામની સીમમાં આજે બપોરના સમયે ૩૦ વર્ષર્ીય યુવાનની લાશ મળી આવી હતી. ઘટના સંદર્ભ મહુધા પોલીસે ઘટનાસ્થળ પર પહોચી તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે યુવકના લાગતા વળગતા અને નજીકના લોકોની પૂછપરછ હાથ ધરી છે. 

મહુુધા પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ શુક્રવારે બપોરના સમયે મહુધા તાલુકાનના જીવાના મુવાડા ગામની સીમમાં વડ નીચેથી ૩૦ વર્ષીય યુવક જુવાનસિહ રાયદીપભાઇ પરમારની લાશ મળી હતી. મહુધા પોલીસને સમગ્ર ઘટના બાબતે જાણ થતા પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અને યુવકની લાશને પોષ્ટમોર્ટમ માટે મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી અપાઇ હતી. યુવકની લાશને જોતા તેને કોઇપણ પ્રકારના ઘા કે વાગ્યાના નિશાન દેખાઇ આવતા ન હતા. જેથી તેની હત્યા થઇ છે કે પછી તેણે આત્મહત્યા કરી છે તે જાણવા માટે પોલીસ હવે યુવકના મૃત્યુના કારણ માટે પોષ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. 

(5:17 pm IST)