Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

માતર તાલુકાના રતનપુરમાં બકરા ચોરી કરવા આવેલ ગેંગ સક્રિય બની: ગાડી મૂકી બે શખ્સો ફરાર

માતર:તાલુકાના રતનપુરમાં ગાડી લઈને બકરાં ચોરી કરવા આવનાર ગેંગ સક્રિય બની હતી. ગામમાંથી આઠ બકરાં ચોરાયા બાદ ગામના લોકો આ ગેંગને પકડવા વોચમાં હતાં. દરમિયાન એક સ્કોર્પીયો ગાડી બકરાં ઉઠાવવા આવતાં તેનો પીછો કર્યો હતો. જો કે ગાડીનો ચાલક તેમજ અન્ય એક ઈસમ આ ગાડીને વણસર સીમમાં મૂકી ભાગી ગયાં હતાં. આ બનાવની જાણ માતર પોલીસને કરાતાં માતર પોલીસે ચોરીની ફરિયાદ લઈ પશુ તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના રતનપુર ગામમાં આવેલ મહંમદનગરી વિસ્તારમાં રહેતાં શબ્બીરખાન હાજીખાન પઠાણના ઘર બહારથી નાના-મોટા મળી કુલ પાંચ બકરાંઓ તેમજ ગામમાં જ રહેતાં ઈમ્તીયાઝખાન બસીરખાન પઠાણની બે બકરી અને મુમતાઝબીબી હાજીખાન પઠાણનો એક બકરાને કોઈ અજાણ્યાં ઈસમો આવી ગાડીમાં ભરી ચોરી કરી લઈ ગયાં હતાં. આમ ગામમાંથી કુલ ૮ બકરાંઓની ચોરી થઈ હતી. ચોરાયેલા આ તમામ બકરાંઓની કિંમત અંદાજે રૂ.૪૨,૦૦૦ જેટલી થાય છે. 

(5:17 pm IST)