Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વસો તાલુકાના પલાણામાં મેડિકલ ઓફિસરના ક્વાટર્સમાંથી રોકડ તેમજ કપડાંની ચોરીથી ચકચાર

વસો: તાલુકાના પલાણામાં પીએચસી કેન્દ્રમાં ફરજ બજાવતાં મેડિકલ ઓફિસરના ક્વાટર્સમાં તિજોરીમાંથી રોકડ ભરેલ પર્સ તેમજ કપડાંની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. ક્વાટર્સમાં લગાવેલ સીસીટીવી ફુટેજમાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી છે. આ ચોરીને અંજામ આપનાર ઈસમ પીએચસી નજીકમાં જ રહેતો હોવાનું સીસીટીવી ફુટેજને આધારે માલુમ પડ્યું હતું. મેડિકલ ઓફિસરે વસો પોલીસને સીસીટીવીની ફુટેજ સોંપી ફરિયાદ આપતો પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

(5:16 pm IST)