Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ઉમરેઠના જવેલર્સમાં 31 કરોડના કૌભાંડમાં વધુ 11 લાખના દાગીના જપ્ત કરાયા

ઉમરેઠ: શહેરના શ્રી નારાયણ જ્વેલર્સના ૩૧ કરોડ ઉપરાંતના ફુલેકા પ્રકરણમાં તપાસ કરતી સીટે વધુ બે બેંકોમાંથી કુલ ૧૧.૯૭ લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર શ્રી નારાયણ જ્વેલર્સના ગાભાવાલા બંધુઓ દ્વારા ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયાનું ધિરાણ ઉઘરાવીને રાતોરાત પેઢીઓ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટે ડીવાયએસપીના વડપણ હેઠળ સીટની રચના કરવામાં આવી હતી. સીટે તપાસ કરીને એકબાદ એક કુલ ૧૪ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. અને સોના-ચાંદીના દાગીના, રોકડા, વાહનો વગેરે થઈને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

(5:15 pm IST)