Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

આણંદમાં અપશબ્દો બોલવાની ના કહેતા પરિવારના સભ્યો પર ત્રણ શખ્સોનો હુમલો: પોલીસ ફરિયાદ

આણંદ:શહેરના નુતનનગર પાસે આવેલી મીલન સોસાયટીમાં ગઈકાલે સાંજના સુમારે ગાળો બોલવાની બાબતે થયેલી તકરારમાં ત્રણ શખ્સોએ પતિ-પત્ની અને બે પુત્રોને માર મારતાં ગંભીર રીતે ઘવાયેલા બન્ને પુત્રોને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે શહેર પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર મીલન સોસાયટીમા રહેતા ફરિયાદી નઝમાબાનુ સલીમભાઈ શેખને નજીકમાં જ રહેતા ઝાકીર ખલીફા દ્વારા ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કરતાં તેમણે ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા ઝાકીરે ગડદાપાટુનો માર મારીને ઝપાઝપી કરતાં તેણીના કપડાં પણ ફાટી જવા પામ્યા હતા. નઝમાબાનુના બે પુત્રો સમીર અને સુહાન વચ્ચે પડતાં તેમને બ્લોકનો ટુકડો માથામાં મારી દેતાં તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સલીમભાઈ પોતાની દુકાનેથી ઘરે જતાં ઝાકીર ખલીફા, મુન્ના ખલીફા તેમજ ઈમરાને ભેગા મળીને તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમ્યાન આસપાસના લોકોએ વચ્ચે પડીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. જતાં જતા ત્રણેય જણાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(5:15 pm IST)
  • યેદિયુરપ્પાએ કર્યો ફરીવાર કર્ણાટક સરકારના પતનનો દાવો ;કહ્યું લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ જેડીએસનું ગઠબંધન સરકાર તૂટી પડશે :કર્ણાટક ભાજપ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન તકવાદી ગણાવ્યું હતું access_time 1:03 am IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેદારનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સોમનાથ દાદાના દર્શને :યાત્રાને ચૂંટણી આયોગની મંજૂરી :પીએમ મોદી આજે કેદારનાથ રહેશે જયારે ભાજપના પ્રમુખ સોમનાથ દાદાને શીશ ઝુકાવશે : વડાપ્રધાન મોદી કાલે બદ્રીનાથના દર્શને જશે access_time 12:56 am IST

  • માઉન્ટ એવરેસ્ટ ચઢતા વધુ બે પર્વતારોહકોના મોત : મૃતકોમાં એક ભારતીય જવાન access_time 3:28 pm IST