Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

સુરતમાં ખારા પાણીની રેતીથી બનેલ એપાર્ટમેન્ટની આવરદા અડધી થઇ ગઈ

સુરત: શહેરમાં 25-30 વર્ષ પહેલાં ખારા પાણી અને ખારા પાણીની રેતીથી બનેલા એપાર્ટમેન્ટ હાલ જીવતા બોમ્બ જેવા સાબિત થઈ રહ્યાં છે. એપાર્ટમેન્ટ બનાવવા માટે ખારા પાણીમાંથી નિકળેલી રેતી અને બાંધકામ માટે ખારા પાણીનો ઉપયોગ કરાતા આ એપાર્ટમેન્ટની આવરદા અડધી થઈ ગઈ છે. 

ખારા પાણીના કારણે એપાર્ટમેન્ટમાં સ્ટીલ લગભગ કટાઈ ગયું હોવાથી એપાર્ટમેન્ટની મજબુતાઈ એકદમ ઘટી ગઈ છે. જો હજી પણ આવા જર્જરિત થયેલા એપાર્ટમેન્ટને રીપેરીંગ ન કરવામા આવે તો આ મકાન વસવાટ કરનારા તથા આસપાસ રહેનારા માટે જીવતા બોમ્બ જેવા સાબિત થઈ શકે છે.

(5:13 pm IST)