Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ગાંધીનગર નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

ગાંધીનગર:શહેર નજીક આવેલા વડોદરા પાટીયાથી ગલુદણ ગામ વચ્ચે કારમાં સવાર યુવાનોને અકસ્માત નડયો હતો અને ગાયને બચાવવા જતા કાર રોડ સાઇડમાં ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે તેને દહેગામ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો માંથી ગાંધીનગર તાલુકાના ગલુદણ ગામના સરપંચ બળદેવજી ઠાકોર ફુલ ડેકોરેશનનો વ્યવસાય કરે છે બુધવારની રાત્રીના સમયે તેમના બન્ને પુત્ર આશિષ અને કિરણ ગામના ત્રણ યુવકો સાથે રખીયાલ ગામે ડેકોરેશન કરવા માટે ગયા હતા. કામ પુર્ણ કરીને વહેલી પરોઢે તેઓ પરત ફરી રહ્યા હતા.

(5:12 pm IST)