Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વડોદરામાં ડોર ટુ ડોર કચરો લેવાની વ્યવસ્થા માટે 48 કરોડનો ખર્ચ કરાયો: કામગીરી બરાબર ન કરી ધાંધિયા થતા તંત્રની બેદરકારી સામે આવી

વડોદરા:શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવાની વ્યવસ્થા પાછળ રૂપિયા 48 કરોડનો ખર્ચ વાર્ષિક કરવામાં આવે છે. છતાં પણ કચરો લેવાની કામગીરી બરાબર થતી નથી. વિસ્તારોમાં કચરો લેવા માટે ગાડીઓ પણ નિયમિત પણે જતી નથી. ઘણા વિસ્તારોમાં તો બે બે દિવસ સુધી ગાડીઓ જતી નથી. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર કડક કાર્યવાહી કરી શકતું નથી.

જોકે કોર્પોરેશનનું તંત્ર કહે છે કે કચરો લેવા માટે જે 217 ગાડીઓ છે. એ જીપીએસથી સજ્જ છે. કયા રૂટ પર કચરો લેવા માટે ગાડી ક્યારે ગઇ અને ક્યારે નહોતી ગઈ તેની જાણકારી મળી રહે છે અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરો લેવાની શરૂઆત વર્ષ 2012 અને 13માં કરાઇ હતી અને એ વખતે ખર્ચ વાર્ષિક રૂપિયા નવ કરોડ 31 લાખ હતો જ્યારે આજે આ ખર્ચ વધીને રૂપિયા 48 કરોડ થઈ ગયો છે એટલે કે એક મહિનામાં ચાર કરોડનો ખર્ચ થાય છે.

(5:10 pm IST)