Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વડોદરાના અકોટા દાંડિયા બજારમાં કારનું ટાયર ફાટતા ડિવાઈડર સાથે અથડાઈ કાર પલટાઈ: શખ્સનો આબાદ બચાવ

વડોદરા: શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર ગઈ મધરાતે બનેલા અકસ્માતના બનાવમાં બારમા ધોરણના સ્ટુડન્ટ કાર ચાલક અને તેના મિત્રનો અદ્ભુત બચાવ થયો હતો.

વાસણા રોડના ગાર્નેટ કોમ્પ્લેક્સમા રહેતા બારમા ધોરણનો વિદ્યાર્થી શાંતનુ સંજીવ કુમાર પાલ તા. 16મીએ મોડી રાત્રે પિતાની કાર લઈ સિટીમા આવી રહ્યો હતો ત્યારે તેની સાથે તેનો મિત્ર જેનીલ પટેલ પણ આગળ બેઠો હતો.

અકોટાથી દાંડિયા બજાર તરફ પૂર ઝડપે આવી રહેલી કારનું નર્સિંગહોમ ચાર રસ્તા પાસે આગળના ભાગનું ડાબી બાજુનુ ટાયર ફાટતા કાર કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર ઉપર ચડી ઈલેક્ટ્રીક નામ પોલ સાથે અથડાઈને ધડાકાભેર પલટી ગઈ હતી.

(5:09 pm IST)