Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

અમદાવાદમાં રાત્રીના મીડિયા કર્મચારીને પોલીસની ઓળખ આપીને અજાણ્યા લૂંટારૂઓ મોટરસાઇકલ લઇને નાસી છૂટ્યા

અમદાવાદ :અમદાવાદમાં નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે ઓફિસથી ઘરે જઈ રહેલા મીડિયાકર્મીને મણિનગરમાં લૂંટી લેવામાં આવ્યો. બે શખ્સોએ મીડિયાકર્મીને પોલીસની ઓળખ આપી હતી અને યુવકને લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ બંને શખ્સો મીડિયાકર્મીનું એક્ટિવા લઈને થયા ફરાર થઈ ગયાં હતાં. હાલમાં મણિનગર પોલીસે લૂંટની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિશે મીડિયા કર્મીએ કહ્યું કે, હું કાલે રાત્રે 12 વાગ્યે ઓફિસથી નીકળીને ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે ચાર રસ્તા પાસે બે અજાણ્યા શખ્સો આવ્યા, અને મને કહ્યું કે, પાછળ ચાર રસ્તા પર પોલીસ ઉભી છે. તેમણે મારી સાથે ઝપાઝપી કરી હતી, અને તે લોકોએ મને લાફા પણ માર્યા હતા. જતા જતા મારી એક્ટીવા લઈને ફરાર થઈ ગયા હતા. બંને નશાની હાલતમાં જણાતા હતા. ઘટના બાદ મેં તાત્કાલિક 100 નંબર પર ફોન કર્યો હતો.

(4:35 pm IST)
  • નવી નંબર પ્લેટ નહિ લગાડનારા સામે આકરા પગલા શરૂ : અમદાવાદમાં એચએસઆરપી નંબર પ્લેટ ન લગાવનાર સામે તવાઇઃ શહેર પોલીસે આરટીઓની સંયુકત કામગીરીને ૨૦૦થી વધુ વાહનો ડિટેઇન કર્યા access_time 1:16 pm IST

  • ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરનો હુંકાર ;કહ્યું ગુજરાતમાં કરશું મોટાપાયે આંદોલન :ગુજરાતમાં દલિત સમુદાય વિરુદ્ધ અત્યાચાર મામલે ભીમ આર્મી પ્રમુખે આપી ચેતવણી access_time 1:22 am IST

  • વાવાઝોડામાં ૩૦ મકાનના છાપરા ઉડયા : મોડાસાના ભીલકુવા ગામે વાવાઝોડાથી ૩૦ ઘરોના પતરા ઉડી ગયા access_time 3:28 pm IST