Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

સરકાર દ્વારા ૬૦ લાખથી વધુ કુટુંબો માટે ૩૭ રૂપિયે કિલો લેખે તુવેરદાળ

રાજકોટ, તા. ૧૮ : રાજય સરકાર દ્વારા મે મહિનામાં સસતા અનાજની દુકાનોએથી બજાર ભાવ કરતા લગભગ અડધા ભાવે રૂપિયા ૩૭ના કિલો લેખે તુવેરદાળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકારે નાફેડના માધ્યમથી ખરીદેલી તુવેરદાળનું રેશનકાર્ડ પર વિતરણ થઇ રહ્યું છે. કાર્ડ પર ઘઉં-ચોખા મેળવતા તમામ રેશનકાર્ડ ધારકોને તુવેરદાળનો લાભ મળવાપાત્ર છે. ૧ કિલોના પેકીંગમાં ભાવ રૃા. ૩૭ છે. કાર્ડ દિઠ ૧ કિલો દાળ આપવામાં આવી રહી છે. કુલ ૬૦ લાખથી વધુ પરિવારો તેનો લાભ લ્યે તેવી સરકારની ધારણા છે. સરકાર રાહત ભાવે તુવેરદાળ નું વિતરણ કરે તેવું જવલ્લે જ બને છે.

(3:42 pm IST)