Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

પાટણ એલ.સી.બી. પોલીસે ચેનસ્નેચીંગ અને બાઇકચોરીનો ભેદ ઉકેલી બેને ઝડપી લીધા

પાટણ, તા.૧૮: જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભુતડાની સુચના આધારે ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શીના માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી. સ્ટાફના પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા તથા એ.એસ.આઇ. ભાણજજી સુરજજી, ભરતસિંહ પ્રભાતસિંહ, કિર્તીસિંહ અનુજી, કુલદીપકુમાર લક્ષ્મીદાસ, જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ, મહેન્દ્રસિંહ શંભુજી તથા રોહિતકુમાર લક્ષ્મણભાઇ તથા સ્ટાફના માણસો પાટણ ટાઉન વિસ્તારમાં મિલ્કત સબંધીત ગુન્હા લગતા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પાટણ શિહોરી ત્રણ રસ્તા નજીક આવતા ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે શિહોરી ત્રણ રસ્તા ખાતે વોચ ગોઠવી (૧) શ્રવણજી ઉર્ફે ટેગો શંકરજી વિહાજી જાતે.ઠાકોર ઉ.વ.૨૧ હાલ રહે. થરા કર્ણાવતી સોસાયટી આનંદ હોટલ પાસે તા.કાંકરેજ જી.બનાસકાંઠા મૂળ રહે. રાણકપુર તા.કાંકરેજ જી.બનાસકાંઠા (ર) વનરાજજી ઉર્ફે કાળાજી અશોકજી લાલસંગજી જાતે ઠાકોર ઉ.વ.૧૯ રહે.થરા ઝાપટપુરા પંજરોપોળ પાસે તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળાઓને એક પલ્સર તથા એક સીડી ડીલક્ષ મો.સા. સાથે પકડી પાડેલ છે.

(3:34 pm IST)