Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

તા.૨૧ મે થી ૨૭ મે દરમ્યાન શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુર ધામ આયોજિત શ્રી હરિકૃષ્ણચરિત્રામૃત સાગર સપ્તાહ પારાયણ વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પ્રથમ પધરામણી સંતો -હરિભકતો દ્વારા ભવ્ય સ્વાગત- શોભાયાત્રા -લક્ષ્મીવાડીમાં સભાનું આયોજન

 ગઢપુર તા. ૧૭ જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ૨૬ વર્ષ સુધી પોતાનું ઘર માનીને રહી, પરમહંસો અને હરિભકતો સાથે લીલા કરી, અનેક જીવોનો ઉદ્ધાર  કર્યો છે એવા પવિત્ર  ગઢપુર ધામમાં, ગોપીનાથ મંદિરના પ્રાંગણમાં, તા.૨૧મે મંગળવારથી તા.૨૭ મે સોમવાર સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી ભરપુર શ્રીહરિકૃષ્ણચરિત્રામૃત સાગર સપ્તાહ પારાયણનું આચોજન કરવામાં આવેલ છે.

     કથાના વક્તા તરીકે કુંડળધામમાં વિરાજીત પ.પૂ.સદ્. જ્ઞાનજીવનદાસજી સ્વામી સંગીતના સથવારે, સુમધુર સ્વરે કથામૃતનું પાન કરાવશે.

      કથા પારાયણના મુખ્ય યજમાન તરીકે અ.નિ. કેશુભાઇ હરિભાઇ બલરની પુણ્ય સ્મૃતિમાં તેના પુત્ર ભીમજીભાઇ કેશુભાઇ બલર અને તેનો પરિવાર રહેલ છે.

         તા.૨૧ સવારે ૮ કલાકે ભવ્ય પોથી યાત્રા લક્ષ્મીવાડીથી કથા સ્થળ મંદિર સુધી નીકળશે અને કથા પ્રારંભ થશે.

         તા.૨૬ મે રવિવારના રોજ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ, ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પ્રથમ વાર પધારતા ૫૦૦ પરમહંસો અને હરિભકતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તેજ રાતે ૮ કલાકે લક્ષ્મીવાડીમાં વિરાટ સભાનું આયોજન કરવામાં આવેલ છે.

         તા.૨૭ મે સોમવારના રોજ સવારે ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણમહારાજનો મહાઅભિષેક કરવામાં આવશે અને ઠાકોરજીને અન્નકૂટ ધરાવી પૂ. આચાર્યમહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ આરતિ ઉતારશે.

         આ મહોત્સવ પ્રસંગે ગઢડા મંદિર ચેરમેન શાસ્ત્રી શ્રીહરિજીવનદાસજી સ્વામી, નવા નિમાયેલા મુખ્ય કોઠારી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી (ભાવનગર), સહાયક કોઠારી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી (બોટાદવાળા), મુખ્ય કોઠારી નારાયણપ્રસાદદાસજી સ્વામી, ભાનુપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (ગાંધીનગર), શાસ્ત્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી ગઢડા, શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશધાસજી સ્વામી વડતાલ, શાસ્ત્રી નીલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર), શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામી અમદાવાદ મહંતશ્રી, કોઠારી દેવનંદનદાસજી સ્વામી જુનાગઢ, શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ ગુુરુકુલ, શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી વડતાલ, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી મેેમનગર ગુુરુકુલ, શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી ચેરમેન વડતાલ, કોઠારી ધર્મપ્રિયદાસજી સ્વામી ધંધુકા, પુરાણી ભકતિતનયદાસજી સ્વામી મહુવા, શ્રી ધર્મનંદનદાસજી સ્વામી ભૂજ, પુરાણી સ્વયંપ્રકાશદાસજી સ્વામી ટાટમ, પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસિક, સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી ધોલેરા, પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી સુરત ગુરુકુલ, કોઠારી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી સાળંગપુર, શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ખાનદેશી- વડતાલ, પુરાણી ભાનુપ્રસાદદાસજી સ્વામી લાઠીદડ, શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર, પુરાણી કેશવચરણદાસજી સ્વામી, શાસ્ત્રી નિર્લેપદાસજી સ્વામી વગેરે  ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં પધારવા માટે ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામી ભાવભીનું નિમંત્રણ પાઠવે છે. તેેમ ટાટમ ગુુરુકુલના વિશ્વમંગળદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે

(3:06 pm IST)