Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસે કોરડો વીંઝ્યો :ડભોઈના ચૂંટાયેલા 7 પ્રતિનિધિઓ સસ્પેન્ડ

અમદાવાદ ;લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી કરનારા પ્રતિનિધિઓ સામે કોંગ્રેસે કોરડો વીંઝ્યો છે અને આગામી દિવસોમાં પણ પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસ આકરા પગલા ભરશે.
  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ડભોઇના 7 પ્રતિનિધિઓને સસ્પેન્ડ કર્યા હતા. લોકસભાની ચૂંટણી દરમિયાન લોકસભા ઉમેદવારો દ્વારા મળેલી ફરિયાદને ધ્યાનમાં લેવાઇ છે. આ મામલે ચૂંટણીના પરિણામો બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને સસ્પેન્ડ કરવામાં આવશે

(10:47 pm IST)