Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

સાબરકાંઠાના વાતવરણમાં પલટો : હિંમતનગર, તલોદ, ઇડરમાં વરસાદી ઝાપટા

વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં રાહતની લાગણી :ખેડૂતોને નુક્શાનની ભીતિ

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં  વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હિંમતનગર, તલોદ, ઇડર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગરમીથી લોકોને રાહત મળી હતી બીજી તરફ પાકને નુકસાનની ભીતીના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

(8:45 pm IST)