Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અમદાવાદમાં મદદ કરવાના બહાને ATMમાંથી રૂપિયા ઉપાડી છેતરપિંડી કરતા 2 શખસો ઝડપાયા:બેન્ક મેનેજરે પકડી પાડ્યા

 

અમદાવાદઃ અમદાવાદમાં અલગ અલગ એટીએમમાં પૈસા કઢાવવા આવતાં મોટી ઉંમરની મહિલાઓ અને વૃદ્ધોને મદદ કરવાના બહાને તેમના કાર્ડનો પિનનંબર મેળવી રૂપિયા ઉપાડી લેતી ટોળકી ઝડપાઇ છે

 

    મળતી વિગત મુજબ, રાજ્યમાં ATMમાં રૂપિયા કઢાવવા આવતા મોટી ઉંમરનાં મહિલા અને વૃદ્ધોને છેતરી તેમની પાસેથી કાર્ડનો પિનનંબર મેળવી નાણાં ઉપાડી લેતી ટોળકી પકડાઈ ગઈ છે. આરોપી નાગજી રબારી અને પ્રવીણ સલાટ નામના બન્ને શખસો એટીએમમાં કોઈ મહિલા કે વૃદ્ધ પૈસા કઢાવવા જાય ત્યારે મદદ કરવાના બહાને તેમના કાર્ડનો પિન નંબર મેળવી લેતા હતા અને બાદમાં ડુપ્લિકેટ કાર્ડના આધારે અથવા તો નાણાં ઉપાડવાની પ્રક્રિયા અધૂરી છોડી વ્યક્તિના ગયા પછી તમામ રૂપિયા ઉપાડી લેતા હતા.

   બેંકના મેનેજરે સીસીટીવીના આધારે બન્ને આરોપીને ઓળખી પકડી લીધા બાદ પોલીસને હવાલે કરી દીધા હતા.

 

(1:51 am IST)