Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ધાનેરા પાસેથી સ્કોર્પીયોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ;ચાલકની અટકાયત :2,76 લાખનો મુદામાલ જપ્ત

 

ધાનેરા પાસેથી સ્કોર્પિયોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો સહિત 2.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સ્કોર્પિયોના ચાલકની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

   મળતી વધુ વિગત મુજબ, બાતમીને આધારે પોલીસે ધાનેરા પાસેથી પસાર થઈ રહેલી સ્કોર્પિયોને અટકાવી તપાસ કરી હતી. પોલીસ-તપાસમાં ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્કોર્પિયો સાથે વિદેશી દારૂના જથ્થો જપ્ત કરી લીધો છે. ધાનેરા પોલીસે સ્કોર્પિયોચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ વધુ તપાસ કરી રહી છે.

(11:50 pm IST)