Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અંકલેશ્વર જીઆઇડીસીમાં ભંગારના જથ્થા સાથે પીકઅપ વાન ઝડપાઇ:ત્રણ શખ્શોની ધરપકડ:ચોરી કર્યાનું કબુલ્યું

પોલીસે સતત બીજા દિવસે વાન ઝડપી પાડી ;5,96 લાખનો મુદામાલ જપ્ત

અંકલેશ્વર જીઆઇડીસીમાં ભંગારના જથ્થા સાથે સતત બીજા દિવસે પિકઅપ વાન ઝડપાઈ છે  પીકઅપમાં ભરેલો જથ્થો લઇ જતા ત્રણ શખ્સોને એલસીબીએ દબોચી લીધા છે અને પૂછપરછ કરતાં ઝગડીયાની કોહલર કંપનીમાંથી એલ્યુમિનિયમ વાયરોનો જથ્થો ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 5 લાખ 96 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ હતી.

 આ  અંગેની વિગત મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર જીઆઇડીસીમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ભંગારનો સામાન ભરેલી પીકઅપ વાન અટકાવી હતી. જેમાં એલ્યુમિનિયમના કેબલનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે ઝગડીયાના ખાટા આંબલા ગામના દયારામ વસાવા અને અંકલેશ્વરનાં આદિત્ય નગરમાં રહેતા કનૈયા પ્રસાદ તેમજ મીરનગરમાં રહેતા ભંગારીયા સઈદ ખાનની ધરપકડ કરી પૂછપરછ કરી હતી

પોલીસે પૂછપરછ કરતાં આ જથ્થો ઝગડીયાની કોહલર કંપનીમાંથી ચોરી કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 80 હજારની કિંમતનો એલ્યુમિનિયમ કેબલનો જથ્થો. 5 લાખની કિંમતની પીકઅપ વાન અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5 લાખ 96 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

(11:04 pm IST)