Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

RTEમાં પ્રવેશ ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પુર્ણ :રાજ્યમાં 80199 બાળકોને એડમિશન અપાયું:2જી જૂને બીજો રાઉન્ડ

 

અમદાવાદ ;રાજ્યમાં RTEમાં પ્રવેશ ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પુર્ણ થયો છે જેમાં રાજ્યભરમાંથી 80199 બાળકોને એડમીશન અપાયા છે જેમાં અમદાવાદ શહેરનાં 10 હજાર 219 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. હવે પછી બીજો રાઉન્ડ 2જી જૂનનાં રોજ જાહેર કરાશે જેમાં રાજ્યનાં 24 હજાર 801 વિધાર્થીઓનો સમાવેશ થશે અને અમદાવાદ શહેરમાં 1 હજાર 633 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે

  RTE અંતર્ગત પ્રવેશ લેનાર વિદ્યાર્થીનાં વાલીની સાચી ઈન્કમ કેટલી છે તેની ચકાસણી હવે DEO નહીં પણ સ્કૂલ જાતે જ કરશે અને જો સ્કૂલને વાંધો લાગશે તો તે DEOને જાણ કરવામાં આવશે અને DEO દ્વારા વાલી પર કાર્યવાહી કરવામાં આવશે પણ મહત્વનું છે કે વાલીને આવકનો દાખલો જે અધિકારીએ ખોટી રીતે આપ્યો હશે ત્યારે જ વાલીએ તે દાખલાને ખોટી રીતે RTEમાં સબમીટ કર્યો હશે.

  દર વખતની જેમ અમીર વાલીઓ પણ ડમી આવકનાં દાખલા ઊભા કરીને RTEનો ખોટી રીતે ઉપયોગ કરતાં હોય છે. પણ મહત્વનું એ છે કે જે વાલીએ ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હશે તેઓને આ દસ્તાવેજો પર જે અધિકારીઓએ સહી કરી આપી તેવાં અધિકારીઓ પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

(11:02 pm IST)