Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

છૂટાછેડા આપવાની ના કહેતા સુરતી પતિ પર પત્નીએ એસિડ એટેક કરતા અરેરાટી

સુરતઃતલ્લાક આપવાની ના પાડતા પતિના મોઢા ઉપર પત્નીએ એસિડ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ ભેસ્તાન આવાસમાં બન્યો છે. પત્ની દ્વારા કરવામાં આવેલા જીલવેણ હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા પતિને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બનાવ અંગે મળતી વિગત મુજબ ભેસ્તાન પાલિકા આવાસમાં રહેતા મોહમદ હનીફ ઉસમુદ્દીન મોસીન (ઉ.વ.૩૫) મજૂરી કામ કરી તેની પત્ની સમીમબી અને ત્રણ સંતાનનું ભરણપોષણ કરે છે. દરમિયાïન છેલ્લા ઘણા સમયથી હનીફ અને તેની પત્ની વચ્ચે ઝઘડાચાલતા હતા જેથી સમીમબી તેની પાસે તલ્લાક માંગતી હતી.સામા પક્ષે હનીફ તલાક આપવાની ના પાડતો હતો દરમિયાન ગુરુવારે સમીમબીની બહેનના ઘરનો ગેસનો બાટલો હનીફ આપવા માટે ગયો હતો ત્યારે પણ ઝઘડો થતા સમીમબીએ હનીફના મોઢાના ભાગે એસિડ ફેક્યું હતું જેના કારણે હનીફ મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ રીતે એસિડ એટેકની ઘટના બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. એ સાથે જ સમીમબી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:45 pm IST)