Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સહકર્મચારીએ લગ્નની વાતોમાં ફસાવી પીપોલદમા દુષ્કર્મ આચરી અગ્નિસ્નાન કરવા મજબુર કરતા ચકચાર

પીપલોદ:માં રહેતી અને પાર્લેપોઇન્ટ વિસ્તારના મેકડોનાલ્ડમાં નોકરી કરતી યુવતીને સહકર્મચારીએ લગ્નની વાતોમાં ભોળવી શારીરિક શોષણ કર્યું હતું. યુવતીએ લગ્નની વાત કરી તો યુવકે હું કહું એમની સાથે તારે સૂવું પડશે એવી ગંદી વાત કરતાં તેઓ વચ્ચે બખેડો થયો હતો. આ બખેડા દરમિયાન યુવકે કેરોસીન ભરેલો કેરબો યુવતીને પકડી તું મરી જા એમ કહેતા આવેશમાં આવી ગયેલી યુવતીએ અગ્નિસ્નાન કરી લીધું હતું.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પીપલોદમાં રાજહંસ પાછળ પાલિકા દ્વારા બનાવવામાં આવેલા ક્વાટર્સમાં સરોજ (નામ બદલ્યું છે) તેની બહેન સાથે રહે છે. રાજપીપળા તાલુકાની વતની સરોજ પાર્લેપોઇન્ટ વિસ્તારમાં આવેલા મેકડોનાલ્ડના લેઆઉટમાં કામ કરતી હતી. અહીં તેણી સાથે જિજ્ઞોશ લાલસિંગ સાવા પણ નોકરી કરતો હતો. ઉમરાગામમાં રહેતા જિજ્ઞોશે પ્રેમની વાતો કરી સરોજ સાથે સંબંધ રાખ્યો હતો. લગ્નના વાયદાઓ કરી જિજ્ઞોશે તેણીને ભોગવી હતી. અવારનવાર તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ તે બાંધતો હતો. વિરોધ કરનાર સરોજને તેણે એસિડ ફેંકવા તથા ભાઇને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

(5:45 pm IST)