Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વડોદરાના છાણી વિસ્તારમાં શ્રમિક યુવક પર માથાના ભાગે લાકડાના ફટકા મારી કરપીણ હત્યાથી અરેરાટી

વડોદરા:શહેરના છાણી વિસ્તારમાં આવેલા ખેતરમાં આજે બપોરે ખેતરના શ્રમિક યુવક સહિત બે જણાં ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા જે પૈકી શ્રમિક યુવકનું મોત નીપજતા છાણી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. પંચમહાલના ઈન્દ્રાલ ગામના વતની ૪૫ વર્ષીય ફતેસિંહ વિઠ્ઠલભાઈ નાયક હાલમાં છાણી વિસ્તારના ગુરૃદ્વારા સામે રોનકભાઈ અમીનના ખેતર પાસે ઝુંપડામાં પત્ની સાથે રહેતા હત અને ખેતરમાં મજુરી કામ કરતા હતા. આજે બપોરે અઢી વાગે તે અને તેમની સાથે અન્ય એક અજાણ્યો યુવક ખેતરમાં લોહીલુહાણ અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવની ફતેસિંહની પત્ની કોકીલાએ જાણ કરતાં બંને ઈજાગ્રસ્તોને બેભાનવસ્થામાં એસએસજીમાં ખસેડાયા હતા જયાં ફતેસિંહને મૃત જાહેર કરાયા હતા. આ બનાવની છાણી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી હતી જેમાં ખેતરમાંથી લોહીથી ખરડાયેલા લાકડાના ફાચરાં મળી આવ્યા હતા.

(5:43 pm IST)