Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અમદાવાદના વસ્ત્રાપુરમાં તળાવમાં ગટરનું ટ્રીટ કરેલ પાણી ઉમેરવાનો કમિટી બેઠકનો નિર્ણય

અમદાવાદ:નવા પશ્ચિમ ઝોનના રમણીય વસ્ત્રાપુર લેકને ગટરના ટ્રીટ કરેલાં પાણીથી ભરવાનો આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. હેલ્મેટ સર્કલ પાસે વરસાદનું પાણી ભરાવાનો ગંભીર પ્રશ્ન છે. વસ્ત્રાપુર લેક બન્યું ત્યારે હેલ્મેટથી વસ્ત્રાપુર સુધીની સ્ટોર્મ વોટરની ડ્રેનેજ લાઇન નખાયેલી છે જેની સાથે ઘરેલુ અને કોમર્શિયલ ગટરોના જોડાણો થઈ જતાં આ લાઇનને હાલ તળાવમાં ખુલતા મોં પર પડદી મારીને બંધ કરી દેવામાં આવેલ છે. આ અંગે સ્ટેન્ડિંગમાં એવું નક્કી થયું હતું કે, તળાવ કાંઠે જો એક એમએલડીનો સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવે તો હેલ્મેટનો પાણી ભરાવાનો પ્રશ્ન હલ થાય અને તળાવમાં ચોમાસામાં પાણી ભરાયા બાદ તેમાં ટ્રીટ કરાયેલું પાણી ઉમેરાતું પણ રહે. અત્રે ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાપુર સહિત તમામ વિકસિત તળાવોમાં ખુલતી સ્ટોર્મવોટર ડ્રેનેજ સાથે એન્જિનિયરોએ હપ્તા લઈને ઘરેલુ અને કોમર્શિયલ ગટરોના ઠેર ઠેર જોડાણો થવા દીધા ચે. હવે તેની માત્રા એ હદે વધી ગઈ છે કે, જોડાણો ગેરકાયદે હોવા છતાં તે કાપવાની કોઈની ય હિંમત નથી. એટલે ખાતર ઉપર દિવેલ જેમ હવે સુઅરેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ખર્ચ કરવાનું નક્કી થયું છે. અન્ય તળાવોની પણ આવી જ હાલત છે. બીજી તરફ ૧૨ તળાવો ઉંડા ઉતારવાની અને ૬૪માંથી કચરો કાઢવાની કામગીરી થોડી ચાલે છે. તળાવોમાંથી અત્યાર સુધીમાં ૧૪૪૪૫ મેટ્રિક ટન જેટલી માટી કાઢવામાં વીછે. કાળી રેલવે ગરનાળાની પણ સફાઈ કરાઈ છે. જ્યારે પર્કોલેટિંગ વેલને કાર્યરત કરવા ૧૨૨૧ સોસાયટીઓ અને બિલ્ડરોને નોટિસો ફટકારવામાં આવી છે.

(5:42 pm IST)