Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

હવે લાંચીયાઓ માફક દારૂબંધીની નીતીનો કડક અમલ કરાવવા કેશવકુમાર સક્રિયઃ બુટલેગરોની મિલ્કતો જપ્ત થશે

રાજકોટઃ રાજયભરના સરકારી-અર્ધસરકારી અધિકારીઓ અને વિવિધ ખાતાઓસામે લાંચ રૂશ્વતના મામલે જંગે ચડેલ એસીબી વડા કેશવકુમાર તથા તેમની ટીમે હવે દારૂબંધીની નીતીનો રાજયભરમાં કડક અમલ થાય અને રાજય સરકારે દારૂબંધીની જે નીતી ઘડી છે તેને સફળ બનાવવા માટે કેટલાક પગલાઓ વિચારી તેના અમલ માટે અભિયાન શરૂ કર્યાનું પણ સુત્રો જણાવે છે.

એસીબી અભિયાન મુજબ બુટલેગરો પાસેથી મોટી રકમ લઇ દારૂના અડ્ડાઓ ધમધમાવા માટે કેટલાક પેધી ગયેલા અધિકારીઓ, સ્ટાફ તા વહીવટદારોને શોધી તેમને સકંજામાં લેવા રણનીતી ઘડી છે. આવા સ્ટાફ પાસેથી માત્ર નક્કી કરેલી બેઠી રેેડના જ ધંધાર્થીઓ નહિ પરંતુ ખાનગીમાં ખટારાને ખટારા દારૂના ઉતારતા બુટલોગરોના નામો પણ સપાટી પર લાવી તેમની મિલ્કત જપ્તી સુધીની હિલચાલ એેસીબીમાં શરૂ થઇ છે.

(4:05 pm IST)