Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આણંદના વડોદ ગામની પરણિતા ઉપર વહેમ રાખીને ત્રાસ:બાળક સાથે કાઢી મૂકી :સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

દહેજની માંગણી અને તારો જન્માવેલ છોકરો મારો નથી તેમ કહીને મારઝૂડ

આણંદ તાલુકાના વડોદ ગામની એક પરિણીતા ઉપર પતિ દ્વારા ખોટો વહેમ રાખીને તેમજ સાસરી પક્ષના સભ્યો દ્વારા દહેજની માંગણી કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને કાઢી મુકતા આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.


   મળતી વિગતો મુજબ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે રહેતી હલીમાબાનુના લગ્ન વડોદ ગામે રહેતા સમીરશા અનવરશા દિવાન સાથે તારીખ ૬-૪-૨૦૧૪ના રોજ થયા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે એક પુત્રનો જન્મ થયો હતો. જો કે ત્યારબાદ પતિ અને ઘરના સભ્યો દ્વારા તેણી ઉપર દહેજની માંગણી કરીને તેમજ ઘરના કામકાજમાં વાંકગુનાઓ કાઢીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. પોતાનું લગ્નજીવન નંદવાઈ ના જાય તે માટે પરિણીતા બધો ત્રાસ સહન કરતી હતી. પરંતુ પતિ દ્વારા તેણી ઉપર ખોટો વહેમ રાખીને તે જે છોકરાને જન્મ આપ્યો છે તે મારો નથી તેમ જણાવીને તેણીને મારઝુડ ચાલુ કરી દીધી હતી.

    ત્યારબાદ ત્રણેક મહિના પહેલાં છાકરા સાથે તેણીને કાઢી મુકી હતી જેથી હલીમાબાનુએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને પતિ સમીરશા દિવાન, અનવરશા અહેમદશા દિવાન, મુમતાજબેન અનવરશા દિવાન, નબીશા અનવરશા દિવાન તથા ઈમરાનશા અનવરશા દિવાન વિરૂધ્ધ ફરિયાદ આપી હતી.

(1:27 pm IST)