Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આણંદ સબજેલમાંથી ૫૬ કેદીઓને બિલોદરા જેલમાં મોકલાયા

સાત બેરેકમાં ૩૫ કેદીઓને ક્ષમતાની જગ્યાએ ૮૯ કેદીઓ ભર્યા હતા : કોર્ટ અને જેલ આઈજીની મંજુરી મેળવીને કરાયેલી કાર્યવાહી

આણંદની સબજેલમાં વિવિધ ગુનાઓ હેઠળ કેદમાં રખાયેલા કાચા કામના કેદીઓ પૈકી ૫૬ જેટલાને નડીઆદની બિલોદરા જેલમાં મોકલી અપાયા હોવાના હેવાલો મળે છે જેને લઈને હવે જેલમાં ૩૪ જેટલા કેદીઓ રહેવા પામ્યા છે.


   મળતી વિગત મુજબ આણંદ શહેર, રૂરલ, મહિલા, એલસીબી, એસઓજી, વિદ્યાનગર, વાસદ, ખંભોળજ, ભાલેજ, ખંભોળજ અને ઉમરેઠ પોલીસ મથકોએ વિવિધ ગુનાઓ હેઠળ પકડાયેલા અને કોર્ટ દ્વારા જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી અપાયેલા આરોપીઓને આણંદની સબજેલમાં રાખવામાં આવી રહ્યા છે. આણંદની સબજેલમાં સાત બેરેક છે જેમાં એક બેરેકમાં પાંચ કેદીઓ એટલે કે માત્ર ૩૫ કેદીઓને જ સમાવવાની ક્ષમતા છે તેમ છતાં પણ સબજેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓને રાખવામાં આવતા હતા. તાજેતરમાં જ આ આંકડો ૮૯ને પાર કરતા જેલર દ્વારા કોર્ટ તેમજ જેલ આઈજી પાસે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓને બિલોદરા જેલમાં ટ્રાન્સફર કરવાની મંજુરી માંગવામાં આવી હતી.

(1:19 pm IST)