Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

હે ભગવાન તારો આભાર:વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લઈ માલવણના ૯૦ વર્ષીય વૃદ્ધે કોરોનાને હરાવ્‍યો

તબીબોની મહેનતના કારણે માલવણના ૯૦ વર્ષીય વૃદ્ધ કોરોનાને માત આપવામાં સફળ રહયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડની સિવિલ હોસ્‍પિટલની ઉમદા સારવાર અને તબીબોની મહેનતના કારણે માલવણના ૯૦ વર્ષીય વૃદ્ધ કોરોનાને માત આપવામાં સફળ રહયા છે.વલસાડ તાલુકાનાં માલવણ આગર ફળિયા ખાતે રહેતા ૯૦ વર્ષના વયોવૃદ્ધ ગાંડાભાઈ બુધાભાઈ પટેલ કોરોના પોઝિટિવ આવ્‍યા હતા. તેમને વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરી સતત ૯ દિવસ સુધી ઓક્‍સિજન ઉપર સારવાર આપવામાં આવી હતી. છેવટે આ વૃદ્ધ ૧૪ દિવસે કોરોના ઉપર વિજય મેળવીને સકુશળ ઘરે પરત ફર્યા છે. એમના સંબંધી રસિકભાઈએ સિવિલના ડોકટર્સ અને એમના મેડીકલ સ્‍ટાફનો આભાર માની જણાવ્‍યું હતું કે, આ ઘટના અમારા પરિવાર માટે અદભૂત ચમત્‍કાર સમાન છે.

(8:40 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર : છેલ્લા 24 કલાકમાં આજે પણ કોરોનાના 68,631 નવા કેસ નોંધાયા છે, જ્યારે 503 લોકોનાં દુઃખદ મોત નીપજ્યાં છે. access_time 10:23 pm IST

  • ભારતમાં ૨૪ કલાકમાં ૨.૩૪ લાખ 'એવર-હાઈ' કોરોના કેસ: અમેરિકામાં ૮૨ હજાર અને બ્રાઝિલમાં ૭૬ તથા ફ્રાન્સમાં ૩૬ હજાર કોરોનાના નવા કેસ નોંધાયા: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભયાનક ફૂંફાડો: ગુજરાતમાં અમદાવાદમાં ૨૮૪૨, સુરતમાં ૧૫૨૨, રાજકોટ ૭૦૭ અને વડોદરા ૪૨૯ કોરોના કેસ સાથે કોરોનાથી થરથર ધ્રૂજે છે access_time 5:54 pm IST

  • રતનપર બોર્ડર ઉપર શામળાજી પોલીસ દ્વારા વાહનોના ચેકીંગ દરમિયાન એક કારમાંથી રૂ. ૮૦ લાખની રોકડ મળી : કાર રાજસ્થાન પાસિંગની છે : પોલીસે કાર સાથે ચાલક સહિત બે વ્યકિતની ધરપકડ કરી તપાસ હાથ ધરી access_time 1:06 pm IST