Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

હવે આવ્યું ડહાપણ : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને ફરજીયાત કરાવવો પડશે કોવીડ ટેસ્ટ

તમામ પ્રવાસીઓનું આરોગ્ય વિભાગની ટીમ પ્રથમ સ્ક્રીનીંગ અને બાદમાં રેપીડ ટેસ્ટ કરશે

રાજપીપળા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ બેરોકટોક ફરી રહ્યાં હતા હોળી ધુળેટીએ પણ ખુલ્લું રાખ્યું હતું  ત્યારે લોકોમાં ભારે સવાલ ઉઠયા હતા તેવામાં હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવસીઓનો કોવીડ ટેસ્ટ કરાવવા  તંત્રએ નિર્ણય લીધો છે.

દેશ ભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, દેશના મોટે ભાગના પ્રવાસન અને ધાર્મિક સ્થળો બંધ છે.નર્મદા જિલ્લામાં પણ વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી છે.ત્યારે જ્યાં કોરોના કેસો વધુ છે એવા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહીતના શહેરો માંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા હોય છે.એમને લીધે જો નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ફેલાય તો એનો જવાબદાર કોણ એવા સાલ ઉઠ્યા બાદ હવે તંત્રને ડહાપણ આવ્યું છે

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા તમામ પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવશે, અને રેપીડ ટેસ્ટ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે.નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અન્ય શહેરો માંથી પ્રવાસીઓ આવી રહ્યા છે.એ તમામ પ્રવાસીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પ્રથમ સ્ક્રીનીંગ કરવામાં આવે છે.બાદમાં એમના રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે, જેનો ટેસ્ટ પોઝિટિવ આવે એને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવેશ આપતો નથી.પરંતુ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં અથવા પ્રવાસી જે વિસ્તારનો હોય ત્યાં સારવાર માટે મોકલી આપવામાં આવે છે.હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર 5 પર પ્રવાસીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જે કોવિડ ગાઈડલાઈન ફોલો કરે એને જ અંદર પ્રવેશ અપાય છે.

(7:27 pm IST)