Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

વલસાડ જિલ્લામાં કોરોના કહેર : આજે ૬૧ નવા પોઝીટીવ કેસ : 5 લોકોના મોત : કુદરતના કહેર નો તંત્રને પડકાર

 ( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :  કોરોના સતત બે લગામ બની રહીયો છે. વલસાડ જિલ્લાના તાલુકા ઓ માં આજે એટલે કે ૧૮ એપ્રીલ નાં રોજ ૬૧ નવા કેસ આવેલ છે.
  જીલ્લા ના તાલુકા માં આજે વલસાડ તાલુકા માં ૧૭, પારડી ૧૦, વાપી ૦૪, ઉમરગામ ૧૮, ધરમપુર ૧૧, અને કપરાડા ૧ સહિત કુલ ૬૧ નવા કેસ આવતા વહીવટી તંત્ર સતત વામણું પુરવાર થાય છે.
 વલસાડ જિલ્લા કલેટરશ્રી રાવલ જી સતત આ મહામારી ને નાથવા ખડેપગે કામગીરી કરી રહિયા છે. છતાં કોરોના મચક આપતું નથી.

(6:50 pm IST)
  • રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : હવેથી રાજ્યમાં RT-PCR પરીક્ષણો ફક્ત 350 રૂપિયામાં સરકારી અને ખાનગી લેબમાં કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે ઘોષણા કરી. access_time 10:20 pm IST

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્પિન કોચ મુથૈયા મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે તેની છાતીમાં અચાનક દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:02 pm IST

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો મોટો નિર્ણય: પશ્ચિમ બંગાળમા તમામ ચૂંટણી સભાઓ રદ્‌ : જાહેર: અન્ય પક્ષોને અનુરોધ : વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને કોંગ્રેસના સંસદ શ્રી રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ જાહેર કરી હોવાની ટ્વીટ કરી જાણકારી આપી છે અને બીજી રાજકિય પાર્ટીના નેતાઓને પણ આ બાબતે યોગ્ય નિર્ણય કરવા અપીલ કરી છે. access_time 12:21 pm IST