Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના પોઝિટિવ કેસો સતત વધવાના કારણે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ‘ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ’

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના પોઝિટિવ કેસો સતત વધવાના કારણે અલગ-અલગ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત તાજેતરમાં AMC દ્વારા શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રૂ RT-PCR ટેસ્ટ ની શરૂઆત કરવામાં આવી છે. ડ્રાઈવને નાગરિકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાઇવેટ લેબની મદદથી પૂર્વ વિસ્તારમાં પણ ડ્રાઇવ થ્રૂ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે

શહેરના પૂર્વ વિસ્તારમાં મણિનગર ખાતે આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રૂ ટેસ્ટ કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 8 થી સાંજ ના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ચાલતા કે ટૂ-વ્હીલર પર જઈને પણ તમે કોરોના ટેસ્ટ કરાવી શકો છો.

માટે ટેસ્ટિંગ કરાવનાર વ્યક્તિએ પ્રવેશ સમયે QR કોડ સ્કેન કરવો પડશે. જેમાં તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે બાદ સિસ્ટમ જનરેટેડ ટોકન નંબર મળશે, જેને ટેસ્ટિંગ કલેક્શન કાઉન્ટર પર બતાવ્યા બાદ ટેસ્ટિંગ થશે. ટેસ્ટિંગ બાદ 24 થી 36 કલાકમાં રિપોર્ટ વ્હોટ્સએપ, SMS અથવા -મેઇલ મારફતે મોકલવામાં આવે છે.

(3:32 pm IST)
  • JEE મેઇનની પરીક્ષા મોકૂફ : JEE મેઇનની પરીક્ષા મોકૂફ રહીએ છે. કોરોનાને કારણે લેવાયો નિર્ણય: કેન્દ્રીય શિક્ષણમંત્રીનો મહત્વનો નિર્ણય: ૨૭ થી ૩૦ એપ્રિલ સુધી આ પરીક્ષા લેવાનારી હતી. access_time 1:15 pm IST

  • અભિનેતાથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તી રવિવારે બંગાળના રાયગંજમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી. તેમને કોલકાતાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક રેલી દરમિયાન ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને પ્રચાર સભામાં ખુબજ બેચેની અનુભવતા, હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ મિથુન ચક્રવર્તીની તબિયત પાછળ ડિહાઇડ્રેશનની આશંકા છે. access_time 11:15 pm IST

  • ગુજરાતની કંપનીમાં બનાવેલ રૂ. ૪.૭૫ કરોડના રેમડેસિવીર ઇન્જેક્ષનનો જથ્થો મુંબઈ પોલીસે કબજે લીધો: ફડણવીસ કહે છે કેન્દ્રની મંજૂરી લઈ આ જથ્થો મહારાષ્ટ્ર માટે મંગાવેલો : ગુજરાતની દમણ ખાતે રેમડેસિવીર ઉત્પાદક કંપનીમાથી આ જથ્થો મહારાષ્ટ્ર ભાજપના કોઈ નેતા દ્વારા મંગાવવામા આવ્યો હતો. જથ્થો પોલીએ પકડતા વિલે પાર્લે પોલીસ સ્ટેશન પર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તાત્કાલિક પહોંચી ગયા હતા અને ખુલાસો કરેલ. access_time 4:32 pm IST