Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 42.60 ટકા મતદાન: 2 મેએ થશે મત ગણતરી

52028 પુરૂષ મતદારો અને 41338 સ્ત્રી મતદારો દ્વારા મતદાન કરાયુ

મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થયુ હતું. જેમાં સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 42.60 % મતદાન થયુ હતું. હવે મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરીની સાથે જ 2 મેએ થશે.

મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણીમાં 42.60 % મતદાન થયુ હતું. જેમાં 52028 પુરૂષ મતદારો અને 41338 સ્ત્રી મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યુ હતું. ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ હતી અને કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહતો.

મોરવા હડફ વિધાનસભા બેઠકના ત્રણ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયુ છે. ભાજપે આ બેઠક પરથી સુથાર નિમિષાબેન મનહરસિંહને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે કોંગ્રેસે કટારા સુરેશભાઇ છગનભાઇને ટિકિટ આપી હતી. આ બેઠક પર એક અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં છે. અપક્ષમાંથી સુશિલાબેન પરશોત્તમ ભાઇ મૈડા ચૂંટણી લડી રહ્યા હતા.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન થયેલ ઇવીએમની સુરક્ષા માટે CCTV કેમેરા ઉપરાંત સ્ટ્રોંગરૂમ ફરતે ચોવીસ કલાક દ્વિસ્તરીય ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેમાં આંતરીક રીતે કેન્દ્રિય અર્ધ લશ્કરી દળોના જવાનો અને બાહ્ય રીતે રાજ્ય અનામત પોલીસ દળના જવાનો ફરજ બજાવશે.

(1:05 am IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાએ સર્જી ભયજનક સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં 68,631 નવા કેસ સાથે 500થી વધુ દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા access_time 8:55 pm IST

  • અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર ચિંતામાં : ડેપ્યુટી મુખ્યમંત્રીએ યુ. એન. મહેતા હોસ્પિટલમાં તબીબો સાથે તાત્કાલીક બેઠક બોલાવી : સારવાર અસરકારક બનાવવા ચર્ચા કરી access_time 1:07 pm IST

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો મોટો નિર્ણય: પશ્ચિમ બંગાળમા તમામ ચૂંટણી સભાઓ રદ્‌ : જાહેર: અન્ય પક્ષોને અનુરોધ : વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને કોંગ્રેસના સંસદ શ્રી રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ જાહેર કરી હોવાની ટ્વીટ કરી જાણકારી આપી છે અને બીજી રાજકિય પાર્ટીના નેતાઓને પણ આ બાબતે યોગ્ય નિર્ણય કરવા અપીલ કરી છે. access_time 12:21 pm IST