Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

જેટ એરવેઝની ફ્લાઈટ રદ્દ થતા ઓકલેન્ડમાં ભારતના 17 વિદ્યાર્થીઓ ફસાયા :સ્ટડી ટૂર પર વિદેશ ગયા હતા

એક મહિના પહેલા આવવા જવાની ટિકિટ બુક કરાવ્યા બાદ તમામ ઉડયનો રદ કરી દેવાતા મુશ્કેલીમાં મુકાયા

વડોદરાઃજેટ એરવેઝ દ્વારા દેશ-વિદેશની તમામ ફ્લાઈટ રદ્દ કરી દેવાતા અનેક મુસાફરો મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. તેમાં સ્ટડી ટૂર પર વિદેશ ગયેલા પુણેના પંચગની ખાતે આવેલી સેન્ટ પીટર સ્કૂલના 17 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષક પણ ફસાઈ ગયા છે. આ વિદ્યાર્થીઓમાં વડોદરાનો રોનક સોલંકી નામનો વિદ્યાર્થી પણ છે.

  એક મહિના જેટ એરવેઝમાં પહેલા આવવા-જવાની ટિકિટ બૂક કરાવ્યા બાદ તમામ ઉડ્ડયન રદ્દ કરી દેવાને કારણે વિદેશમાં ગયેલા સ્કૂલના બાળકો તો ફસાઈ ગયા છે, પરંતુ અહીં દેશમાં તેમના માતા-પિતાની ચિંતામાં વધારો થઈ ગયો છે. કંપનીના પ્રવક્તાએ પણ આ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની મદદ કરવાનો ઈનકાર કરી દીધો છે.
   પૂણેના પંચગનીમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલ દ્વારા દર વર્ષે વિદેશની શિક્ષણ પદ્ધતિ જાણવા અને અભ્યાસ કરવા માટે દર વર્ષે આ પ્રકારે વિદેશ પ્રવાસનું આયોજ કરાય છે. આ વર્ષે સ્કૂલ દ્વારા ન્યુઝીલેન્ડનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો. તેના માટે એક મહિના પહેલા જ જેટ એરવેઝની આવવા-જવાની ટિકિટ બૂક કરાવી દેવાઈ હતી. 17 બાળકો અને 2 શિક્ષક 7 એપ્રિલના રોજ ન્યૂઝિલેન્ડ રવાના થાય હતા.

 તેમની રિટર્ન ફ્લાઈટ ન્યૂઝીલેન્ડ-ઓકલેન્ડ-સિંગાપુર-

મુંબઈની હતી. મંગળવારે ન્યૂઝીલેન્ડથી રવાના થયા બાદ ઓકલેન્ડ પહોંચતા જ ખબર પડી કે જેટ એરવેઝ દ્વારા તમામ ફ્લાઈટ રદ્દ કરી દેવાઈ છે. બાળકો અને શિક્ષકો 22 એપ્રિલના રોજ મુંબઈ પહોંચનારા હતા.

(11:07 pm IST)