Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

આણંદ નજીક વલાસણમાં પુરપાટ ઝડપે જતી બાઇકે રાહદારીને હડફેટે લેતા કમકમાટી ભર્યું મોત

આણંદ:નજીક આવેલા વલાસણ ખાતે પરમદિવસની સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા એક બાઈકે રાહદારી વૃદ્ઘને અડફટે લેતાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર વલાસણ ગામની ઈન્દિરા કોલોની ખાતે રહેતા ખોડાભાઈ શનાભાઈ પરમાર (ઉ. વ. ૬૮)ગત ૧૫મી તારીખના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે મહાદેવ મંદિર પાછળ આવેલ ગામમા જવાના રસ્તેથી ચાલતા જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલાં બાઈક નંબર જીજે-૨૩, ડબલ્યુ-૫૫૬૯એ ટક્કર મારતાં તેઓ ઉછળીને રોડ પર પટકાયા હતા જેમાં માથામાં તથા શરીરના અન્ય ભાગે ગંભીર રીતે ઘવાતા તેઓને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું અવસાન થયું હતુ. આ અંગે વિદ્યાનગર પોલીસે દિનેશભાઈની ફરિયાદને આધારે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

(6:31 pm IST)
  • અમેઝોન તેનું ચીનમાં ઓનલાઇન વેચાણનું ક્ષેત્ર બંધ કરી ભારત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત access_time 3:46 pm IST

  • છત્તીસગઢનાં રાજનાંદગામનાં બૂથ નંબર 76 પર દુલ્હને મતદાન કર્યું access_time 11:45 am IST

  • તમિલનાડુનાં ચેન્નઇમાં બત નંબર 27 પર મક્કલ નિધિ મય્યમ ચીફ કમલ હસન દીકરી શ્રુતિ હસન સાથે મતદાન કરવા લાઇનમાં ઉભા access_time 11:44 am IST