Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કપડવંજથી કઠલાલ જતા માર્ગમાં સાઈડમાં ઉભેલ રેલિંગમાં ટ્રક ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

કપડવંજ:શહેરથી કઠલાલ તરફ જતા રોડ પર આવેલા ફાતીયાબાદ પાસે આજે બપોરના સમયે એક ટ્રક રોડની સાઇડમાં લગાવેલ રેલીંગમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ટામેટા ભરેલી ટ્રક કવડવંજથી કઠલાલ તરફ જઇ રહી હતી તે સમયે ટ્રકના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબૂર ગુમાવી દેતા ટ્રક રોડની સાઇડમાં ખેંચાઇ ગઇ હતી. જ્યા સુરક્ષા માટે લગાવેલ રેલીંગ સાથે ટ્રક અથડાઇ હતી. જોકે રેલીંગ સાથે અકસ્માત થવાના પગલે ટ્રક રોડની નીચે ઉતરી જતા અને પલટી મારતા બચી ગઇ હતી. જેના કારણે ટ્રકમાં બેઠેલ ડ્રાઇવર અને ક્લિનરનો બચાવ થયો હતો. તેમજ ટ્રકમાં ભરેલા ટામેટા પણ સલામત બચી ગયા હતા. 

(6:30 pm IST)