Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ખેડામાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ કરી ચોરીના બાઈક સાથે બે ઈસમની ડાકોર બસસ્ટેન્ડ નજીકથી ધરપકડ કરી

ખેડા:જિલ્લા એલસીબી પોલીસની ટીમ ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોરીના બાઈક સાથે એક ઈસમ ફરતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે એલસીબી પોલીસની ટીમે ડાકોર બસસ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. 

જે દરમિયાન હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ નં જીજે ૦૬ એલઆર ૧૮૪૭ લઈને એક શંકાસ્પદ ઈસમ આવતાં પોલીસે તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. પુછપરછ દરમિયાન તેનું નામ જમીર નાસીરઅહેમદ શેખ જણાવ્યું હતું. 

(6:29 pm IST)
  • મહારાષ્ટ્રની સોલાપુર લોકસભા બેઠક પર પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ મતદાન કર્યું. access_time 11:44 am IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST