Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કપડવંજ નજીક સર્જાયેલ બે ગમખ્વાર અકસ્માતમાં બેને ગંભીર ઇજા

સેવાલિયા: તેમજ કપડવંજ રૂરલ પોલીસમથક વિસ્તારમાં ગતરોજ સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં બે ઈસમો ઈજાગ્રસ્ત બન્યાં હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. 

આ અંગે મળતી માહિતી મુજબ સેવાલિયા-ઠાસરા માર્ગ પર પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક ઈકો ગાડી નં જીજે ૨૭ બીઈ ૬૬૧૦ ના ચાલકે માર્ગ પરથી પસાર થતાં એક મોટરસાઈકલ નં જીજે ૧૭ બીએફ ૭૩૬૬ને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાઈકલ ચાલક ગંભીર ઈજાગ્રસ્ત બનતાં ગાડીનો ચાલક પોતાની ગાડી અકસ્માત સ્થળે મૂકી નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે ગળતેશ્વર તાલુકાના અંગાડીમાં રહેતાં રાજુભાઈ અજાભાઈ ભરવાડની ફરિયાદને આધારે સેવાલિયા પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:28 pm IST)