Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વડોદરા આવકવેરા વિભાગે 5350 કરોડની વસુલાતની કામગીરી કપરા સંજોગોમાં પૂર્ણ કરી

વડોદરા:આવકવેરા વિભાગનો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસિસ (સીબીડીટી)એ વર્ષ ૨૦૧૮-૧૯નો આવકવેરાનો લક્ષ્યાંક રૃા.૫૮૪૭ કરોડ આપ્યો હતો. જેની સામે રૃા.૫૩૫૦ કરોડ એટલે કે ૯૧ ટકા લક્ષ્યાંક સિધ્ધ કરી બતાવ્યો છે.

વર્ષ ૨૦૧૭-૧૮માં વડોદરા વિભાગે રૃા.૫૨૪૨ કરોડની વસૂલાત કરી હતી. જેની સામે વર્ષ ૨૦૧૮-૧૯માં રૃા. ૫૩૫૦ કરોડની વસૂલાત થતા બે ટકા વધુ વસૂલાતની કામગીરી બજારમાં કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે કરી હતી. કોર્પોરેટ  ટેકસની આવક આગલા વર્ષની સરખામણીએ ઓછી થઈ છે. આગલા વર્ષમાં કોર્પોરેટ ટેકસની આવક રૃા.૩૭૯૬ કરોડની હતી. જે ચાલુ વર્ષે રૃા.૩૫૯૭ કરોડની નોંધાઈ હતી.

(6:25 pm IST)