Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વડોદરામાં આઇપીએલ પર સટ્ટો રમાડતા વધુ બે શખ્સોને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરા: શહેરમાં આઈપીએલની મેચો પર સટ્ટો રમવાના એક પછી એક બનાવો બની રહ્યા છે. ગઈ રાતે કારેલીબાગ આનંદ નગર ખાતે સટ્ટો રમાડવાના વધુ એક બનાવમા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે.આનંદ નગર ખાતે સ્કાય હારમોની રેસીડેન્સી પાસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હોવાની માહિતી મળતા કારેલીબાગ પોલીસે છાપો મારી ક્રિકેટનો સટ્ટો નાગરવાડાનો જહીર હુસૈન ગુલામ મહંમદ લાખાજી પાસે કપાવવામાં આવતો હોવાની માહિતી મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

(6:24 pm IST)