Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

અમદાવાદ: વટવામાં ગેરકાયદે વસવાટ કરતા બે બાંગ્લાદેશીને પોલીસે દસ્તાવેજો સાથે ઝડપ્યા

અમદાવાદ:વટવામાં ગેરકાયદે રહેતા બે બાંગ્લાદેશીઓની પોલીસે ધરપકડ કરીને તેમની પાસેથી ચાર આધારકાર્ડ, પાંચ પાસપોર્ટ, બાંગ્લાદેશી ચલણ અને અન્ય દસ્તાવેજો કબજે કર્યા હતા. પોલીસે આ કેસમાં વાપીના બે ફરાર શખ્સોની શોધ આદરી છે. ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે વટવામાં કોનાલ રોડ પર સૌકત પાર્ક મકાનમાં કેટલાક બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહે છે. જેને આધારે પોલીસે અહીં તપાસ કરતા મોહમ્મદ અલ અમીન મોહમ્મદ નુરોઉલખાન (૨૪) અને યાસીનપાડા અબ્દુલકલામ પાડા (૨૬) નામના શખ્સો મળી આવ્યા હતા. એજન્ટનું કામ કરતો મોહમ્મદ અલઅમીન બાંગ્લાદેશના ઢાંકાનો વતની છે. જ્યારે સિલાઈકામ કરતો યાસીનપાડા બાંગ્લાદેશના સોરીયતપુર જીલ્લાનો વતની છે.

(6:23 pm IST)