Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

અમદાવાદમાં લોન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા મહિલા સહીત ચાર આરોપીને સાયબર ક્રાઇમેં ઝડપ્યા

અમદાવાદ:ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી લોન અપાવવાને બહાને લોકોને છેતરતી ટોળકીઓ દિલ્હીમાં મોટાપાયે સક્રિય છે. સાયબર ક્રાઈમ આવી ટોળકીઓને પકડી તો લાવે છે પણ છેતરાયેલા લોકોને નાણાં પરત અપાવી શકતી નથી. લોન અપાવવાને બહાને છેતરતી બે મહિલા સહિત ચાર આરોપીને સાયબર ક્રાઈમ દિલ્હીથી લાવી છે. પરંતું તેમની પાસેથી રકમ કબજે થઈ શકી નથી.

પ્રધાનમંત્રી મુદ્દા યોજનામાં લોન અપાવવાને બહાને બ્રીજ કેપીટલ નામનું ફેક ફીશીંગ વેબપેજ તૈયાર કરીને આ ટોળકી છેતરપિંડી કરતી હતી. અસારવામાં રહેતા સિધ્ધરાજસિંહ કે.ડાભીને ધંધા માટે લોનની જરૃર હોવાથી તેમણે મુદ્રા લોન એપ્લાય નામની વેબસાઈટ સર્ચ કરીને લોન માટેની એક વેબસાઈટ પર પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો. બાદમાં નેહા શર્મા અને પા.લ શર્મા નામની યુવતીઓએ ડાભીને ફોન કરીને તેમની ઓળખ બેન્ક ઓફ બરોડાના અધિકારી તરીકેની આપી હતી.

(6:21 pm IST)