Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

અમે દૂધ પાઇને 'નાગ' ઉછેર્યાઃ હાર્દિક પટેલ

ચૂંટણી મેદાનમાં પાસ કન્વીનરની ત્રાડઃ 'તાજા માજા' થયેલા અમને 'ફેણ' મારે છે : સભાઓમાં અહેમદભાઇ પટેલ અને હાર્દિક પટેલ દ્વારા ભાજપ-પીએમ પર આકરા પ્રહારો

રાજકોટ તા. ૧૮ :.. ગુજરાતમાં તમામ ર૬ બેઠકો પર પ્રચાર ચરમસીમા પર છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ દ્વારા સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં બોલાવીને પ્રચાર કરવામાં આવે છે. એક તરફ આજે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ત્રણ સ્થળે જાહેર સભા સંબોધી હતી. તો બીજી તરફ કોંગ્રેસે પણ નવજોત સિધ્ધુ અને અહેમદ પટેલ તેમજ હાર્દિક પટેલ જેવા નેતાઓને મેદાનમાં ઉતારીને ચૂંટણી જીતવા બ્યુગલ ફુંકયું હતું. આજે ભરૂચ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારનાં સમર્થનમાં જાહેર સભા યોજાઇ હતી. જેમાં અહેમદ પટેલ અને હાર્દિક પટેલે ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર શેરખાન પઠાણના સમર્થનમાં આમોદ તાલુકાના સમની ખાતે કોંગ્રેસના પ્રચારક હાર્દિક પટેલ અને અહેમદ પટેલની જાહેરસભા યોજાઇ. આ સભામાં પીએમ મોદી પર આકરા શાબ્દિક પ્રહારો કરવાની સાથે કોંગ્રસ ન્યાય કરશે તેવો દાવો પણ કરાયો હતો. આ સભામાં હાર્દિકે જણાવ્યું  હતું કે શિક્ષણનું ખાનગીકરણ કરાયું છે. ખેડૂતો માટે સિંચાઇનું પાણી નથી દેશના તમામ વર્ગના લોકો દુઃખી છે. અમે જેમને દૂધ પીવડાવીને મોટા અને તાજા માજા કર્યા હતા તે હવે અમને જફેણ મારે છે. તેવો ધ્રુજારો હાર્દિક પટેલે આપ્યો હતો.

(3:30 pm IST)