Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભાજપ-કોંગ્રેસના કારણે ઠાકોર સેનામાં ઉભા ફાડ્યા

મહેસાણા-ઉંજામાં સેના કોંગ્રેસ તરફી : બહુચરાજીમાં દશરથ ઠાકોર ભાજપમાં

મહેસાણા, તા. ૧૭ : અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદથી ઠાકોર સેનામાં પણ વિખવાદ થયો છે. ઠાકોર સેનામાં પણ હવે બે ભાગ પડી ગયા છે. મહેસાણા અને ઊંઝામાં ઠાકોર સેના કોંગ્રેસને ટેકો કરી રહી છે.

અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદથી ઠાકોર સેનામાં પણ વિખવાદ થયો છે. ઠાકોર સેનામાં પણ હવે બે ભાગ પડી ગયા છે. મહેસાણા અને ઊંઝામાં ઠાકોર સેના કોંગ્રેસને ટેકો કરી રહી છે.

તો બીજી તરફ બહુચરાજીમાં ભરત ઠાકોરના નજીકના અને તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ દશરથ ઠાકોર અને જીલ્લા પંચાયતના સદસ્ય મધુબેનના પતિ ભાજપમાં જોડાઈ ગયા છે. આ અંગે પૂર્વ ગૃહપ્રધાન રજનીકાંત પટેલે કહ્યું કે, ઠાકોર સમાજ ભાજપની સાથે છે. જેનાથી ભાજપને જરૂર લાભ થશે.(૯.૧ર)

 

(3:29 pm IST)