Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

શહેરાના રેણાં ચોકડી પાસે ટ્રેકટર પલ્ટી ખાઈ જતા અનેક લોકો ઘવાયા

સિગ્નલી અને શિવરાજપુરના 60 લોકો લગ્ન પ્રસંગમાં રેણાં મોરવા ગામે જતા ત્યારે રસ્તામાં અકસ્માત

શહેરા તાલુકાના રેણાં મોરવા રોડ ઉપર રેણાં ચોકડી પાસે ૬૦ લોકો સાથેના એક ટ્રેકટર ચાલકના કાબૂ બહાર જઈ પલ્ટી મારતા પુરૂષો અને બાળકો સહિતના લોકો ઘવાયા છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે શહેરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

    લુણાવાડા તાલુકાના સિગ્નલી અને શિવરાજપુર ગામમાં રહેતા લોકો લગ્ન પ્રસંગ અર્થે રેણાં મોરવા ગામે જતા હતા. આ લોકો આજે સવારે એક ટ્રેકટરમાં રેણાં મોરવા ગામે જવા માટે રવાના થયા ત્યારે ટ્રેકટરને ચલાવી રહેલા શખ્સે કોઈ કારણથી ટ્રેકટર પરનો કાબૂ ગૂમાવતા રેણાં ચોકડી પાસે ટ્રેકટરે પલ્ટી મારી હતી.

   આ ચોકડી લોકોની ચીસથી ગૂંજી ઉઠયા પછી ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ ઈજાગ્રસ્તોને ટ્રેકટર હેઠળથી બહાર કાઢી સારવાર માટે ખસેડવાની તજવીજ આરંભી હતી અને ૧૦૮એમ્બ્યુલન્સને અકસ્માતની જાણ કરી હતી. જેના પગલે દોડેલી એમ્બ્યુલન્સે તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢી લઈ સારવાર માટે શહેરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને ટ્રેકટર ચાલક ફરાર થઈ ગયેલ છે

(12:12 pm IST)