Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભાજપાની સભામાં પાટીદાર યુવાનોએ સ્ટેજ ઉપર ઘસી નેતાઓ પાસેથી માઈક છીનવી લેતા હોબાળો :સભા રદ

પાટીદારો પર કોર્ટ કેસ અને મૃત્યુ પામેલા યુવાનોને હજુ ન્યાય મળ્યો નથી

 

બનાસકાંઠાના મડાણામાં ભાજપની ચૂંટણી સભા દરમિયાન ગઢ ગામે ચાલુ સભામાં પાટીદાર યુવાનો સ્ટેજ પર ધસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. હોબાળો મચાવી પાટીદાર યુવાનોએ ભાજપના નેતાઓ પાસેથી માઇક છીનવી લીધા હતા.

  હોબાળા દરમિયાન પાટીદાર યુવાનોએ કહ્યું કે પાટીદારો પર કોર્ટ કેસ અને મૃત્યુ પામેલા યુવાનોને હજુ ન્યાય મળ્યો નથી

   મળતી વિગત મુજબ બનાસકાંઠાના મડાણામાં યોજાયેલી સભામાં ભાજપના પ્રભારી દુષ્યંત પંડ્યા અને મહામંત્રી અમૃત દવે પણ હાજર હતા. જો કે રોષ પાછળ કહેવામાં આવી રહ્યું છે કે સભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન જડફિયા આવવાના હતા જો કે કોઇ કારણસર તેઓ આવી શક્યા હતા, તેમની જગ્યાએ દુષ્યંત પંડ્યા આવતા હોબાળો મચ્યો હતો. સભામાં હોબાળા બાદ સભાને રદ્દ કરવાની ફરજ પડી હતી. તો સમગ્ર ઘટના અંગે નેતાઓએ મોવડી મંડળને જાણ કરી હતી.

(12:25 am IST)