Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ગુજરાતમાં બેરોજગાર પણ હેલીકૉપટરમાં ફરે છે: હાર્દિક પટેલ પર નીતિન પટેલે કર્યો કટાક્ષ

અમે જમીન ઉપર કામ કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ હવામાં ફરે છે.

 

અમદાવાદ :કોંગ્રેસનો યુવા નેતા હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી માટે સૌથી મોટો સ્ટાર પ્રચારક બન્યો છે રાહુલ ગાંધી અને પ્રિયંકા બાદ હાર્દિક પટેલ ત્રીજા નંબરનો સૌથી મોટો સ્ટાર પ્રચારક છે. કોંગ્રેસે હાર્દિકને ચૂંટણી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકને હેલિકોપ્ટર ફાળવવા અંગે નિશાન સાધ્યું છે. નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં બેરોજગાર હેલિકોપ્ટરમાં ફરે છે

. હાર્દિક પટેલના હેલિકોપ્ટરમાં સવાર ફોટો અને વીડિયો મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારો હેલિકોપ્ટરમાં ફરે છે. અમે જમીન ઉપર કામ કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ હવામાં ફરે છે.

 

(12:19 am IST)